નમસ્કાર દોસ્તો,
Health Campus - હેલ્થ કેમ્પસ ના આ બ્લોગ માં હું તમને કીડની ફેલ પેશન્ટ ના ડાયટ માટે ખુબ જ મહત્વ ની સમજ આપીશ.
આવા લોકો કોઈ પણ પ્રકાર ની મુઝવણ વગર પોતાની હેલ્થ જાળવી રાખી રોગ નો સામનો કરવા સક્ષમ બને તે માટે શું ખાવું ને શું ન ખાવું તેની વિસ્તૃત જાણકારી ખાસ એમના માટે આપી રહ્યો છું.
દોસ્તો હું પણ એક કિડની પેશન્ટ છું. હવે મારું કીડની પ્રત્યારોપણ ઓપરેશન થઈ ગયું છે અને મને હવે સારું છે.
મારો જીવ મારી બહેન રીટાબેન વોરા (તિથિ બેન) એ પોતાની કીડની આપી બચાવ્યો.
કિડની ડેમેજ કે ફેલ પેશન્ટ શું ખાવું ને શું ન ખાવું એની સતત મુંઝવણ માં હોય છે.
ધણા ડોક્ટર અને પ્રચલિત માધ્યમો કીડની ફેલ દર્દીઓ ને લગભગ ભૂખમરો થઇ જાય એ હદે પરેજી રાખવાની સલાહ આપીને દર્દી ને ખુબ જ અશક્ત કરી નાખે છે. આવા ભૂખમરાથી ક્રિએટીનીન તો ઓછું થાય છે પરંતુ દર્દી મા ખુબ જ અશ્કતી આવી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી થઈ જાય છે જેથી વિવિધ પ્રકારના રોગો લાગી જવાની સંભાવનાઓ વધી જાય છે.
અહીં આપણે ખૂબ જ સરળ ભાષામાં રીનલ ડાયટ ની સમજુતી આપીશું અને એ પણ ભૂખમરા વગર રોઞ નું મેનેજમેન્ટ થઈ શકે તેવી ફોર્મ્યુલા જોઈશું.
ડાયટ ને ખૂબ આસાનીથી સમજી શકાય એ માટે આપણે આપણી થાળીમાં પીરસાતી વસ્તુઓને જ ધ્યાન માં રાખીને સમજીશું.
એક થાળીમાં સામાન્ય રીતે નીચે પ્રમાણે જમવાનું હોય છે.
૧ રોટલી
૨ શાક
૩ કઠોળ
૪ દાળ
૫ ભાત
૬ સલાડ
૭ નમકીન
૮ પાપડ
૯ મીઠાઈ
૧૦ અથાણું
હવે આપણે ઉપર દર્શાવેલ લિસ્ટ પ્રમાણે એક એક વસ્તુ ની સમજુતી જોઈએ.
૧ રોટલી કે ભાખરી કે થેપલા
રોટલી ખાઈ શકાય
રોટલી ઉપર થોડું ઘી પણ ચોપડી શકાય. પરંતુ વધારે ઘી ચોપડવું નહી.
ભાખરી કે થેપલા તેલ ના ટુવા દીધા વગર કોરા બનાવવાં.
બાજરીનો રોટલો ૧૫ દિવસે એકવાર ખાઈ શકાય.
દર ૧૫ દિવસે બાજરી ના ખાવું હોય તો તેની જગ્યાએ અલઞ અલઞ ધાન નો રોટલો કે રોટલી ખાવી.
રોટલી કે ભાખરી કે રોટલો કશામાં મીઠું નાખવું નહીં.
ચણાના લોટ ના પુલ્લા મહિના માં એક વાર જ લેવાં.
૨ શાક
તમામ લીલી ભાજી જેવી કે પાલક, મેથી, કોથમીર નો ત્યાગ કરવો.
સિંગો ઓછી ખાવી
બટાકા ના નાના ટુકડા કરી ૨૦ મીનીટ હુંફાળા પાણીમાં ડુબાડીને પછી વાપરી શકાય. પાણી ફેંકી દેવું.
બાકીના બધા શાકભાજી ને પણ એજ રીતે ૨૦ મીનીટ સુધી હુંફાળા પાણીમાં પલાળી રાખી પછી વાપરી શકાય.
વઘાર મા અડઘી નાની ચમચી તેલ જ લેવું.
મીઠો લીમડો વાપરવો નહીં. હીંગ પણ વાપરવી નહીં.
જીરું, રાઈ, લસણ વાપરી શકાય.
ટામેટા ન ખાવા.
શાક માં મીઠું ફક્ત ૨ ગ્રામ જ નાખવું. ખાંડ કે ગોળ નાખવો નહીં.
મિર્ચ પાવડર, હળદર નાખી શકાય.
શાક ૧૫૦ થી ૨૦૦ ગ્રામ જ ખાવું.
૩ કઠોળ
કઠોળ સાવ બંધ કરી દેશો તો પ્રોટીન નહી મળે અને હાડકા અને સ્નાયુ તંત્ર નબળું પડતાં ખુબ જ અશકિત આવી જશે ને નાની નાની વાતમાં થાક લાગશે.
તેથી હળવા કઠોળ જેવા કે મગ, ચોળી ખાવા.
વઘાર કરવો હોય તો શાક માં જોયું એવી રીતે જ કરવો.
મીઠું નાખવું નહીં.
કઠોળ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ખાવા.
૪ દાળ
દાળ તુવર ની લઇ શકાય.
વઘાર ઉપર શાક માં જોયું એવી રીતે કરવો.
મીઠું માત્ર ૨ ગ્રામ જ નાખવું.
ખાંડ કે ગોળ નાખવો નહી.
દાળ એક મધ્યમ કદની વાડકી જ ખાવી.
૫. ભાત કે ખીચડી
ભાત ઓસાઈ ને જ બનાવવા. કુકર માં ન રાંધવા.
ઓસામણ નિતારી દેવું. આ ઓસામણ દર્દી ને આપવું નહી.
મીઠું નાખવું નહીં.
ભાત ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ખાવા
ખીચડી પણ અલગ થી ઓસાયેલા ભાત અને ચડેલી મોગર મિક્ષ કરી બનાનવી.
૬. સલાડ
સલાડ માં કાકડી , ડુંગળી, કુબી, બીટ, ગાજર ,લીલી હળદર , મૂળો આ બધું જ ખાઈ શકાય. ટોટલ ૧૦૦ ગ્રામ ખાવું.
૭. નમકીન
પ્રસંગ હોય ત્યારે જ ૫૦ગ્રામ જેટલું ખાવું.
સામાન્ય સંજોગોમાં નમકીન ખાવું નહિ.
૮ પાપડ
કદાપિ ખાવો નહીં.
૯. મીઠાઈ
પ્રસંગ હોય ત્યારે જ ઘર ની બનાવેલી મીઠાઈ ખાઈ શકાય બહાર ની કોઈ વસ્તુ ખાવી નહી.
સામાન્ય સંજોગોમાં મીઠાઇ ખાવી નહી.
૧૦ અથાણું
અથાણું કદાપિ ખાવું નહીં.
ઉપર જણાવેલ ડાયટ પ્લાન પ્રમાણે જમશો તો અશકિત નહી આવે અને રોગ નું મેનેમેન્ટ પણ થશે.
ઉપરાંત દૂધ અને દૂધ ની બનાવટો જેવી કે ચા, કોફી, છાસ, દહી બધું મળી ને રોજ ના ૪૦ મિલી લીટર જ લેવું.
પેકેટ માં મળતા કોઇ ખાદ્ય પદાર્થ ખાવા નહી ફકત કુદરતી અને શુદ્ધ ઘર નું બનાવેલું જ ખાવું.
ઉપર નું ડાયટ જેનું ડાયાલિસિસ શરૂ નથી થયું તેવા દર્દી ઓ માટે જ છે.
ડાયાલિસિસ ચાલુ હોય ત્યારે કોઈ પરેજી રાખવા ની જરૂર હોતી નથી. ડાયાલિસિસ ચાલુ હોય ત્યારે પણ ઘર નું બનાવેલું તાજુ ભોજન જ ખાવું બજારુ વસ્તુઓ ખાવી નહી.
આ સિવાય ફ્રૂટ માં ઓછા પોટેશિયમ વાળા ફ્રૂટ જેવા કે ગ્રીન સફરજન, પપૈયા, જામફળ રોજ ના 50 થી 80 ગ્રામ ખાવા.
આ સિવાય ના કોઈ ફ્રૂટ ખાવા નહી.
ડ્રાય ફ્રુટ માં રોજ ની એક અખરોટ , ચાર કાજુ , બે બદામ ચાર પિસ્તા ખાવા જોઈએ.
ઈલાયચી વાળી ચા પી શકાશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો