ફેફસાં ને સ્વસ્થ કેવી રીતે રાખવા ?

ફેફસાં ને સ્વસ્થ રાખવા માટે પહેલા તો ફેફસાં ની રચના અને કાર્યપદ્ધતિ જાણવી જરૂરી છે. એ પછી ફેફસાં ખરાબ શેના કારણે થાય છે તે સમજવું ખૂબ જ જરૂરી છે.
ફેફસાં ની અંદર હવા જોડે સંપર્ક સપાટી વધારવા બ્રશ જેવા અનેક રીસેપ્ટર હોય છે હવે જો આ રીસેપ્ટર ઉપર કોઈ પણ પ્રકાર નો અવરોધ આવે તો એની ઓક્સીજન નું શોષણ કરવા ની ઇફિસિયન્સી ઘટી જાય છે.

બીજું ફેફસાં સતત સંકોચન અને વિસ્તરણ પામતા સ્નાયુ તંત્ર નું બનેલું છે એટલે જો આ સ્નાયુઓ નબળા પડે તો પણ ફેફસાં ની ઇફિસિયન્સી ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે.
ફેફસાં ના વિસ્તરણ દરમ્યાન હવા અંદર ખેચાય છે હવા અંદર આવે ત્યારે અસંખ્ય રીસેપ્ટર્સ તેમનો Oxygen શોષી લે છે ને એજ વખતે લોહી માં પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઈડ વાયુ છુટો પડી ફેફસાં ના સંકોચન દ્વારા નાક 2ના રસ્તે બહાર ફેંકાય છે.

હવે જો ફેફસાંનાં સ્નાયુ નબળા પડે તો ફેફસું પૂરતા પ્રમાણમાં હવા નું શોષણ કે કાર્બન ડાયોક્સાઈડ નું ઉત્સર્જન કરી શકતું નથી.

એજ રીતે આગળ જણાવ્યું તેમ જો રીસેપ્ટર્સ ઉપર કોઈ કચરો જામી જાય તો પણ અંદર ખેચેલ હવા માંથી ઓક્સીજન નું શોષણ બરાબર થતું નથી.

તો હવે આપણે સમજી શકીએ છીએ કે આપણે ફેફસાં ના સ્નાયુ મજબૂત બનાવવા પડે અને સાથે સાથે બહાર નો હાનિકારક કચરો એટલેકે કોઈ પણ પ્રકાર નું પ્રદુષણ નાક દ્વારા ફેફસાં માં ન જાય તેનું ધ્યાન રાખવું પડે.
ફેફસાં ના સ્નાયુ તંત્ર ને મજબૂત બનાવવા માટે રોજ કાર્ડિયો એક્સરસાઇઝ એટલે કે દોડવું, જડપ થી ચાલવું, સાયકલિંગ, તરવું વગેરે તથા પ્રાણાયામ અને કપાલ ભાતિ યોગ કરવો જોઈએ.

રીસેપ્ટર્સ સાફ રાખવા પ્રદુષણ થી દુર રહેવું જોઈએ.

બહારના પ્રદુષણ કરતા ઘર ની અંદર 80% વધારે પ્રદુષણ હોય છે.તેમાં રસોડા નું પ્રદુષણ
 અગરબત્તી,ધૂપ વગેરે નું પોલ્યુશન, દિવાલો પર કરેલા કલર માંથી રોજ નીકળતા ઝેરી કેમિકલ, પાલતુ પ્રાણીઓ ના શરીર માં થી ઉડતા રજકણ, સાબુ ,ફિનાઇલ, બોડી સ્પ્રે, મચ્છર માટે વપરાતા ઝેરી પ્રવાહી ,મેટ વગેરે હોય છે તેથી આપણે આ બધા નો ઉપયોગ જેમ બને તેટલો ઓછો કરવો જોઈએ.

બહાર ના પોલ્યુશન થી બચવા નોઝ માસ્ક બેસ્ટ ઉપાય છે. આ સિવાય ફટફડા ન ફોડવા જોઈએ. ધૂમ્રપાન ન કરવું જોઈએ.
કબુતરો તમારા ઘરની આજુબાજુ ના વસવાટ કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. અને જો હોય તો તેનો નિકાલ કરવો જોઈએ.

સાથે સાથે ફેફસામાં વાયરસ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન લાગે તેનું ખબ જ ધ્યાન રાખવું. રોગ થયેલ વ્યક્તિ ઓ થી જરૂરી અંતર રાખવું જોઈએ.

જેટલી વાર તમને ફેફસાં ની બીમારી થશે તેમ તેમ તમારું ફેફસું નબળુ પડતું જશે.

તો તમે ફેફસાં ની કાળજી રાખો ફેફસું તમારી કાળજી રાખશે.
લેખક: દિપ્તેશ રાવલ
 હસુમતીબેન ફાઉન્ડેશન ના ડાયરેક્ટર છે.
હસુમતીબેન ફાઉન્ડેશન ગરીબ બાળકો તથા ડાયાલિસિસ કરાવતા બાળકો માટે કામ કરે છે.

લેખક ભારત ના કરોડો ડાયાબિટીસ ધરાવતા લોકો માટે "હરાવો ડાયાબિટીસ ને" ચળવળ ચલાવે છે.
એમની youtube ચેનલ 
"હેલ્થ કેમ્પસ" આ જ ઉમદા મિશન માટે કામ કરે છે.
આ બ્લૂ રંગ ની લીંક ઉપર ક્લિક કરી ને ચેનલ ઉપર જવાશે 

Don't forget to watch our previous videos for meal ideas and recipes to incorporate these foods into your daily diet.
Recent Viral Videos: હરાવો ડાયાબિટીસ ને

⭐ 1.ડાયાબિટીસ કંટ્રોલ માટે દેશી સુપર ફૂડ ચણા
https://youtu.be/AfvR2nO4F8o
⭐2. Moringa ભારતીય સુપરફૂડ સરગવો
https://youtu.be/6HP8GOgbOMo
⭐3. Top 10 Foods you Must Eat to Lower Blood Sugar | Indian Superfoods for Diabetes |
https://youtu.be/5hKqS8mbymY
⭐4. Top 10 ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ્સ #food #diabetes #healthyfood
https://youtu.be/0GyHufs-25Q
⭐ 5. Top 10 Rice for Diabetes || Best Rice For Diabetics #food #diabetes
https://youtu.be/ioa0X8WmSK8
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

Top 10 Viral Videos: 📸
⭐ 1. છાશ: ડાયાબિટીસ ફ્રેન્ડલી ફૂડ
https://youtu.be/m0KGIx7zJSQ
⭐ 2. ડાયાબિટીસમાં કેરી ખવાય?
https://youtu.be/q4JU6zlc8OQ
⭐ 3. ડાયાબિટીસમાં ફીણ વાળો પેશાબ ક્યારે થાય
https://youtu.be/zmTLUFW0IxY
⭐ 4. ડાયાબિટીસ રિવર્સ કરવા માટે પાંચ અગત્યની ચાવીઓ🗝️ https://youtu.be/kah1FLKS81Q
⭐ 5. બેસ્ટ ફૂડ ફોર ડાયાબિટીસ કંટ્રોલ
https://youtu.be/EC-2OUe78Bk
⭐ 6. સુગર ફ્રેન્ડલી સ્પાઈસ
https://youtu.be/9gLnrMwyiSk
⭐ 7. ભારતીય સુપર ફૂડ આમળા
https://youtu.be/EdaGJQP9nmU
⭐ 8. ડાયાબિટીસમાં મેથી ના ફાયદા
https://youtu.be/rdZqydETS0o
⭐ 9. ડાયાબિટીસમાં જાંબુ ના ફાયદા
https://youtu.be/ay9kmtsI1Xc
⭐ 10. ડાયાબિટીસમાં બટાકા કેવી રીતે ખાવા
https://youtu.be/Y59TycX_tLg

Please Feel Free to
Contact👇📩
ravaldiptesh@gmail.com
or 🙋‍♂️DM on Instagram

ટિપ્પણીઓ

  1. કબુતર ફેફસાં ના રોગ નું નંબર વન કારણ છે. તો કબૂતરોથી દૂર રહેવું અને તમારા ઘરની આસપાસ કબૂતરોનું બ્રીડિંગ ના થાય એનું ધ્યાન રાખવું

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો